ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ટિપ-બક્ષિસ આપવી કે ન આપવી

પ્રવાસ દરમિયાન મોટી મુંઝવણ થાય છે – હોટલ, રેસ્ટોરેન્ટ કે કોઈ વિશિષ્ટ સેવા લેવા બદલ ટિપ-બક્ષિસ આપવી કે ન આપવી.

જો તમે ભારતમાં મુસાફરી કરતા હો, તો અહીં બે જાતની ટિપ આપવામાં અવે છે: કામ પૂરું થાય પછી અને કામ શરૂ થાય પહેલાં! ટિપ આપવી એટલે તમે કોઈ કામથી ખુશ થયા હો, ત્યારે તમે કામ કરનારને બક્ષિસરૂપે મહેનતાણું ઉપરાંત કંઈ આપો છો. કામ શરૂ થાય તે પહેલાં અપાતી ટિપ એટલા માટે હોય છે કે જેથી તમે ખાતરીપૂર્વક સારા કાર્યની અપેક્ષા રાખી શકો છો. આ કેટલું આપવું જોઈએ તે નક્કી નથી હોતું અને તે આપવું જ પડે એવું પણ કંઈ નક્કી નથી હોતું. એટલે તમે કહી શકો કે ‘ઈટ ડિપેન્ડ્સ – તમે ક્યાં હો છો, કોને આપો છો, કામ કેવું છે, વગેરે પર તે આધાર રાખે છે. રેલવે પ્લેટફોર્મ પર સામાન ઉંચકનારને દસ-વીસ રૂપિયા આપી શકાય, તો કોઈ મોટી હોટલમાં જમવા જાઓ ત્યારે તે બીલની રકમના દસ ટકા પણ હોઈ શકે. આપણે યાદ રાખવું જોઈએ કે ટિપ્નો આશય ‘આપેલ સેવા બદલ ખુશ થઈને બક્ષિસ આપવાનો હોય છે.’ તેથી આપતી વખતે પ્રસન્ન ચિત્તે તે આપવી જોઈએ. એજ પ્રમાણે ટિપ લેનાર પણ સંતોષી હોવો જોઈએ, જે મળ્યું તેમાં ખુશ થવો જોઈએ, લોભીવેડા કે પછી કંજૂસપણું પણ દેખાડવું નહીં.

જો તમે યુ.એસ.એ.માં મુસાફરી કરતા હો, તો તમારી પાસેથી ટિપની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી તમારા બજેટમાં ટિપની જોગવાઈ મૂકી જ દેવી જોઈએ. વેઈટરો, ટેક્સી ડ્રાઈવરો, બારટેન્ડરો, જો તેમની સેવા સક્ષમ હોય, તો ટિપની આશા રાખે જ છે -કોઈ તમને આપવા માટે કહેશે નહીં, અથવા દબાણ પણ નહીં કરે પરંતુ તેમના સામાન્ય વર્તનમાંથી જ તે જણાઈ આવશે. ન્યુયોર્ક શહેરની કોઈ સારી હોટલમાં જમવા જાઓ, તો તમે કેટલીકવાર 20 ટકાથી પણ વધુ ટિપની અપેક્ષા કરતા હોય છે. પણ જો તમે મેક-ડોનાલ્ડ જેવી ફાસ્ટ-ફૂડ રેસ્ટોરેન્ટમાં જમતા હો, અને કાઉન્ટર પરથી ભોજન ખરીદવાનું હોય, તો ટિપ આપવી જરૂરી નથી.

ટેક્સી ડ્રાઈવરો દસથી વીસ ટકા ટિપ લેતા હોય છે. વળી તેઓ તેમની કારનું ડીકી (સામાન મૂકવાની જગ્યા) ખોલીને ઊભા રહેશે પણ તમારી બેગ ઉંચકીને અંદર મૂકી નહીં દે. આવું કરવા છતાં તેમને ટિપ આપવી પડે છે. એવી જ રીતે હેર ડ્રેસરો, ટુર ગાઈડો, બારટેન્ડરો, રૂમસર્વિસ વગેરે પણ ટિપ લેતા હોય છે.

તો યોગ્ય ટિપ કઈ ગણાય? તમારી દ્રષ્ટિએ યોગ્ય ટિપ કઈ ગણાય? આપના પ્રતિભાવો જણાવો. ~આભાર.

Advertisements

February 4, 2011 - Posted by | ટ્રાવેલ ટિપ્સ, મુંઝવણ | ,

1 Comment »

  1. તમારો પોઈન્ટ ઓફ વ્યુ થોડાં અસરકારક શબ્દોમાં જ બતાવી દે છે કે કેટલી ટીપ્સ ક્યારે આપવી. એ બાબતમાં હવે મને નથી લાગતું કે અમે કોઈ કોમેન્ટ/ટીપ્સ આપી શકીએ 🙂

    Good Going~!

    Comment by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! | February 9, 2011 | Reply


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: