ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

વેનિસ, ઈટાલી

વેનિસ

સવારે બાર વાગે અમે વેનિસ પહોંચ્યા. ફ્લોરેન્સથી અહીં આવતા ત્રણ કલાકથી વધારે સમય થયો કારણકે અમે સખત ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.

વેનિસનું ઈટાલીયન નામ વેનેશીયા છે, વેનિસમાં દાખલ થવા માટે અમે ફેરી-પોઈન્ટ પર પહોંચી ગયા. વેનિસની ગલીઓમાં નહેરો (કેનાલ) છે, એટલે કે શેરીએ શેરી પાણી પર છે, એક ઘરથી બીજા ઘર પર જવું હોય, તો હોડી લઈને જવું પડે! ગલીઓમાં વહેતી આ નહેરોમાં ફરવા માટે ફેરી લેવી પડે છે.  ‘ગોન્ડોલા-રાઈડ’ ફરતી હોય છે.   વેનિસ એ ‘સીટી ઑફ કેનાલ્સ’ તરીકે જાણીતું છે. આ બધું રસપ્રદ તો લાગ્યું, પણ શું અહીં કાયમ રહેવું ફાવે!?

ફેરીમાં જ બેસીને બધી ગલીઓમાં જવાનું, એમ કરતાં પહેલાં અમે મ્યુરાનો ગ્લાસ ફેક્ટરી જોવા ગયા. મ્યુરાનો એ વેનેશીયાનો એક ટાપુ છે, જ્યાં નવમી કે દસમી સદીમાં આ કળા વિકસી હતી. કાચમાંથી ઘડવામાં આવતા વિવિધ રંગોપૂર્ણ આકારોની આ કૃતિઓ એશિયન અને મુસ્લીમ કળાની અસર તળે હતી. તેમાં કાચને ખૂબ ‘હાઈ ટેમ્પરેચર’ પર ગરમ કરવામાં આવે છે, તેને એટલો બધો ગરમ કરવામાં આવે છે કે કાચ પ્રવાહીરૂપમાં ફેરવાઈ જાય છે. આ પ્રવાહી કાચ ઠંડો થઈને ફરી પાછો ઘન બની જાય, તે પહેલાં તેને ઘડીને અથવા કેટલીક વાર ફૂંકથી હવા પસાર કરીને (બ્લો એર), વિવિધ આકાર આપવામાં આવે છે.

ગોંડોલામાં ફરતાં ફરતાં અમે ‘બ્રીજ ઓફ સાઈસ’ જોયો, વર્ષો પહેલાં ત્યાં જેલ હતી તેથી તેને (sighs) નિસાસાનો બ્રીજ કહેવાય છે.  પછી અમે શેરીઓમાં ફરીને માર્કો પોલોનું ઘર જોયું, કાસાનોવાનું ઘર, બેસીલીકા સાંતા મરિઆ ચર્ચ, ધી ગ્રાન્ડ કેનાલ, રિઆલ્ટો બ્રીજ વગેરે જોયાં. ‘મહારાની’ નામની રેસ્ટોરેન્ટમાં રાત્રીભોજન લીધું.

અહીંના પ્રખ્યાત સાન માર્કો  સ્ક્વેરમાં કબૂતરોને ચણ નાંખ્યા. (જોકે હવે છેલ્લા કેટલાક વર્ષથી કબૂતરોને ખવડાવવાની મનાઈ -ban- છે.) અને ગોંડોલામાં બેસીને અમે વેનિસમાં ફરવાનો આનંદ માણ્યો. જો આ સફરસાંજે માંડો, તો ખરેખર રોમેન્ટીક નીવડે… ફિલ્મ ગ્રેટ ગેમ્બલરનું ‘દો લબ્ઝો કી હૈ પ્રેમકહાની…’ યાદ છે ને? (ગીતનું શુટિંગ વેનિસમાં થયું હતું.)

February 2, 2011 - Posted by | ઈટાલી, પરદેશ | ,

No comments yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: