ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ટ્રેનમાં મુસાફરી

એક ગણત્રી મુજબ ભારતમાં દોઢ કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. જગતમાં સૌથી વધુ ભારે રિક્રુટમેન્ટ ભારતમાં (ભારતીય રેલવેમાં) થાય છે.

થોમસ જેફરસને કહેલું કે જયારે માણસ એકલો પ્રવાસ કરે છે ત્યારે તે વધુ વિચાર કરતો થાય છે. બાઇબલે પણ કહ્યું છે કે માણસ ફરતો રહે (અને ખાસ કરીને ટ્રેનમાં ફરે) તો તેનું જ્ઞાન વધે છે.

ગાંધીજીએ દ.આફ્રિકામાં એકલા ટ્રેનમાં પ્રવાસ કર્યો ત્યારે ગુલામીનો અનુભવ થયો. પંડિત જવાહરલાલ નેહરુ પણ ટ્રેનમાં એકલા પ્રવાસ કરતા. ‘મોડર્ન રિવ્યૂ’ નામના અંગ્રેજી મેગેઝિનમાં જવાહરલાલ નેહરુએ ૧૯૩૬માં લેખ લખેલો. તેમને મિત્રો પૂછતા, ‘તમે કયાં અને કયારે લેખો લખો છો?’ નેહરુએ કહેલું, હું મોટે ભાગે ટ્રેનમાં પુસ્તકો વાંચતો… તમે નહીં માનો પણ મારે પૈસાની કરકસર કરવા થર્ડ કલાસમાં મુસાફરી કરવી પડતી… થર્ડ કલાસમાં લોકો મને ઓળખી જાય તો મને લખવા- વાંચવાની ખાસ સગવડ કરી આપે છે.

નેશનલ જયોગ્રાફિકથી માંડીને ભારતના જૂના મેગેઝિન ‘મેઇનસ્ટ્રીમે’ અને ‘ટાઇમ’ મેગેઝિને તેમ જ બીબીસીએ ભારતીય રેલવે પર લખ્યું છે કે પ્રોગ્રામો આપ્યા છે. ‘ટાઇમ’ મેગેઝિને ટ્રેનને ‘આયર્ન હોર્સ’ કહી છે.
રેલવે અને ટ્રેન એ બે શબ્દોનું ગ્લોબલાઇઝેશન થયું છે. દરેક દેશમાં આ શબ્દો જ વપરાય છે. આગગાડી કોઈ બોલતું નથી. ટ્રેન જ બોલાય છે. ટ્રેન એ મૂળ લેટિન શબ્દ ટ્રાહેરેમાંથી આવ્યો છે. ટ્રાહેર એટલે ખેંચવું. ઓસ્ટ્રેલિયન ફિલસૂફ અલાન મૂર હેડને ટ્રેન ટ્રાવેલ વિશે લખેલું કે ‘ઇન ટ્રેન ટ્રાવેલ યુ શુડ થિંક ઓફ ટાઇમ યુઝ્ડ રાધર ધેન ટાઇમ સેવ્ડ.’

(દિવ્ય ભાસ્કરના એક લેખમાંથી )

Advertisements

February 2, 2011 - Posted by | લેખો | , ,

No comments yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: