ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

સ્પેનિશ સ્ટેપ્સ, રોમ

રોમના આખા પ્રવાસ દરમિયાન અમને રોમાંચકતાનો અનુભવ થયો.

2700 વર્ષ જૂની સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ પણ લાંબો છે. તેની સંસ્કૃતિ તદ્દન જુદી જ છે, વળી પ્રવાસ દરમિયાન બધા જ પ્રકારના સંગીતની મજા માણી શકાય છે. જો ભીડથી દૂર રહેવું હોય, તો રોમની ગલીઓમાં ફરવું. અહીંની સુંદર ગલીઓ, રેસ્ટોરન્ટસ અને બગીચાઓ જોઈને પ્રવાસીઓ અભિભૂત થઈ જાય છે. રોમના દરેક ઘરના ધાબા પર અને બગીચાઓમાં સુંદર મઝાનાં ફૂલો જોવા મળે છે. નવરાશની સાથે રોમાંચકતાનો અનુભવ કરવા રોમ સૌથી ઉત્તમ સ્થળ છે.

સ્પેનિશ સ્ટેપ્સ, રોમ

તે રવિવારની સવાર હતી. અમે થોડાં મોડા ઉઠ્યા, પણ સવારે સાડા દસના સુમારે તૈયાર થઈ ગયાં હતાં. મેડિસન હોટલનો બ્રેકફાસ્ટ ભંગાર હતો! જોકે બ્રેડથી કામ ચલાવી લીધું. અમારો આજનો કાર્યક્રમ બની ચૂક્યો હતો. અમે સૌ ‘પિયાઝા ડીસ્પાનીઆ’ એટલે કે ‘સ્પેનિશ સ્ટેપ્સ’ તરફ ચાલવા માંડ્યા. રોમમાં પ્રવાસ કરનારા માટે આ ખૂબ પ્રખ્યાત સ્થળ છે, ખાસ કરીને તેનું આર્કિટેક્ચર પ્રખ્યાત છે. અમારામાંના કેટલાંક સ્ફૂર્તિથી બધાં જ પગથિયા ચઢી ગયાં, તો કેટલાંક આળસ અથવા ગરમીને કારણે નીચેના પગથિયાઓ પર બેસી રહ્યા. જુલાઈ મહિનાનો તાપ ભારે હતો.

અહીં પ્રખ્યાત અંગ્રેજી કવિ કીટ્સ શેલીનું મેમોરિયલ ઘર છે. કવિએ સૂચના આપી હતી, તે મુજબ તેમના સ્ટોન (કબર) પર અંકાવેલું છે: “હીયર લાઈઝ વન હુઝ નેમ વૉઝ રિટ ઓન વૉટર.” જેનો અર્થ થાય છે કે ખ્યાતિ વગેરે બધું વહી જતું હોય છે. મહાન કવિની મહાન ભાવનાને અમે સૌ બિરદાવી રહ્યા.

કેટલાંક લોકો પગથિયા પર બેસીને ઠંડુ પીતા હતા. અમને પણ કકડીને ભૂખ લાગી હતી. તો અમે સ્પેનિશ સ્ટેપ્સ ઉપર બેસીને સેવ, ચેવડો, ચકરી વગેરે આરોગ્યા. શું કહેવું આ ગુજરાતી પ્રવાસીઓને?!! 🙂

Advertisements

ફેબ્રુવારી 1, 2011 - Posted by | પરદેશ, યુરોપ, રોમ | , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: