ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

રાણકપુર, રાજસ્થાન

રાજસ્થાન એ શિલ્પ-સ્થાપત્યની વિપુલતા અને વિવિધતાઓથી સમૃદ્ધ પ્રદેશ છે અને તેની કળાપૂર્ણ શિલ્પસમૃદ્ધિ અદભુત છે.
રાણકપુરનું જૈનમંદિર વિશાળતા અને કળામયતાની દ્રષ્ટિએ શિરોમણિરૂપ છે. ભારતીય શિલ્પકળાનો તે બેનમૂન નમૂનો છે.

પંદરમી સદીમાં, મંત્રી ધરણાશાહને ભાવના જાગી, આચાર્ય સોમસુંદરસૂરિજીના આશીર્વાદ મળ્યા, રાણા કુંભ જમીનદાતા બન્યા અને શિલ્પી દેપાકે કાર્ય પ્રારંભ કર્યું -જાણે ભક્તિ અને કળાનો સુભગ સંગમ થયો. વિવિધ પ્રકારની કોતરણીથી શોભતાં સંખ્યાબંધ તોરણો, સ્તંભો, શિખરોના નિર્માણની અસાધારણ કુશળતા માટે જગતભરના પ્રવાસીઓના મનમાં આદર અને અહોભાવ સ્થપાય છે.

મંદિરના મૂળ ગભારામાં ભગવાન આદિનાથની પ્રતિમા છે. મંદિરમાં ૧૪૪૪ થાંભલાઓ છે અને તેની અનોખી વિશેષતા એ છે કે આટલા બધાં સ્તંભો હોવા છતાં પણ તેની ગોઠવણી એવી સપ્રમાણ રીતે કરી છે કે પ્રભુનાં દર્શન કરવામાં કોઈ પણ સ્તંભ અંતરાયરૂપ નથી થતો. આખી ઈમારતમાં એક પણ થાંભલા એકસરખા નથી ! રાત્રે આખાય દેરામાં લાઈટો બંધ કરી નાંખવામાં આવે છે અને માત્ર દીવા કરવામાં આવે છે. અઢળક દીવાઓથી થતી આરતી દિવ્ય અને ભવ્ય લાગે છે.

રાણકપુરમાં રહેવાની સગવડ સંતોષકારક છે. યાત્રાળુઓ માટે નવી નવી ધર્મશાળાઓ તો બનતી જ જાય છે, તે ઉપરાંત વિદેશી તથા અન્ય પ્રવાસીઓને ધ્યાનમાં લઈને હવે આધુનિક સગવડ ધરાવતી ઘણી નવી નવી હોટલો પણ બંધાઈ ચૂકી છે.

Advertisements

ફેબ્રુવારી 1, 2011 - Posted by | તીર્થસ્થાન, ભારત, રાજસ્થાન | , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: