ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

લેક નકુરુ, ઈસ્ટ આફ્રિકા

ઈસ્ટ આફ્રિકાના નૈરોબી શહેરથી લગભગ દોઢસો કિલોમીટર દૂર આવેલું લેક નકુરુ, તેમાં વસવાટ કરનારા ‘ફ્લેમિંગો’ પક્ષીઓને કારણે ખૂબ પ્રખ્યાત છે. આ સરોવરના છીછરા પાણીને લીધે અને તેમાં ઉગતા ‘સીવીડ’ને કારણે ફ્લેમિંગો પક્ષીઓનું આ મનપસંદ રહેઠાણ છે. હજારો નહીં, લાખોની સંખ્યામાં આ પક્ષીઓનો ત્યાં વસવાટ છે.

૧૯૯૧ ની એક બપોરે અમે ચાર વાગે લેક નકુરુ પહોંચ્યા. આ મોટા સરોવરના કિનારાની બાજુએ, દૂરથી એક પાતળી આછા ગુલાબી રંગની રેખા દેખાઈ. અમારા આશ્ચર્ય વચ્ચે અમે જોયું તો તે રેખા નહતી પણ ફ્લેમિંગો પક્ષીઓની કતાર હતી. અમારા ગાઈડે જણાવ્યું કે લગભગ પાંચ લાખ!!! પક્ષીઓ દેખાય છે. તેણે જણાવ્યું કે આ તેમનો સ્થળાંતર (migration) કરવાનો સમય હતો, તેથી કેટલાંક દિવસોમાં આ સરોવરમાં પચાસ લાખ પક્ષીઓ આવી જશે!

ફ્લેમિંગો પક્ષીઓ જ્યારે એકસાથે ઉડ્યાં, ત્યારે આખું આકાશ ગુલાબી રંગથી છવાઈ ગયું. આ દ્રષ્ય એટલું તો અદભુત હતું કે હજી જાણે અમારા આંખની સમક્ષ તાજું જ છે. આકર્ષક રંગ ધરાવતું આ પક્ષી ખરેખર મોહક છે. તે જ્યારે ઉડે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતરે છે, ત્યારે જાણે કોઈ કોન્કોર્ડ પ્લેન ન ઉતરતું હોય, તેવું લાગે છે. આમ તો આ પક્ષીઓને બારેમાસ જોઈ શકાય છે, જોકે સંખ્યાનો આધાર સરોવરમાં મળતા તેમનાં ‘ભોજન’ એટલે કે ‘સીવીડ’ પર છે!

ફ્લેમિંગો પક્ષીનું આયુષ્ય પચાસ વર્ષ જેટલું હોય છે, પરંતુ દુ:ખની વાત એ છે કે નેશનલ જ્યોગ્રોફિકના એક અહેવાલ પ્રમાણે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં,  આ પક્ષીઓ એકસામટા મરી જાય છે, એક જ વર્ષમાં સામટા વીસ હજાર પક્ષીઓ મરી જાય છે અને તેનું કારણ પાણીમાં ઠલવાતા  ટૉક્સિન પદાર્થો છે.

શું આપણે આ સુંદર પક્ષીઓને બચાવીશું? શું આપણે પર્યાવરણનું ધ્યાન રાખીશું?

 

Advertisements

જાન્યુઆરી 31, 2011 - Posted by | ઈસ્ટ આફ્રિકા | , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: