ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ

અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓ (અથવા સામાન્ય પ્રવાસીઓ) માટે શિષ્ટાચાર વિશે કેટલીક ટિપ્સ:

* ‘ગંધ’ – આપણા ભારતીય ભોજનની એક વિશિષ્ટ સોડમ હોય છે, જોકે અમેરિકનોને આપણા કપડાંમાંથી આવતી આ સોડમ દુર્ગંધ લાગતી હોવાથી તેઓ આપણી દૂર ભાગી જાય છે. તેલ, મસાલાની ગંધ દૂર કરવા ડીઓડરન્ટ વાપરવું સલાહકારી છે.

* અમેરિકનો સ્વભાવે ‘ફ્રેન્ડલી’ હોય છે. તમને જણાશે કે જો તમને રસ્તા પર કોઈ સાવ અજાણ્યો પણ મળશે, તો ય તે તમને સ્મિત આપશે અથવા કહેશે, “હાય!” તમારે પણ તેમને વળતું તેવું જ સ્મિત આપવું ઈચ્છનીય છે અથવા “હાય..” કહેવું શિષ્ટાચાર ગણાય છે.

* કદાચ કોઈ જાણીતો કે અજાણ્યો પૂછે, કે “હાઉ આર યુ ડુઈંગ (કેમ છો)” તો તમે તેને કહી શકો છો, “હાઉ આર યુ ડુઈંગ -અથવા- ડુઈંગ ગુડ, હાઉ અબાઉટ યોરસેલ્ફ. (મજામાં/તમે કેમ છો)”. પણ યાદ રાખજો કે આ પ્રશ્નના લાં..બા જવાબની અપેક્ષા નથી હોતી, આ એક નમ્ર શિષ્ટાચાર છે, બીજું કંઈ નહીં!

* ચોખ્ખું બોલો, ગરબડવાળું નહીં. આપણા ભારતીય ઉચ્ચારવાળા અંગ્રેજીને સમજતાં અમેરિકનોને આમે વાર લાગતી હોય છે અને જો તમે ધીમેથી, સ્પષ્ટપણે નહીં બોલો, તો કોઈને સમજ નહીં પડે કે તમે શું કહેવા માંગો છો.

* કોઈ દરવાજા તરફ આવતું હોય અને તમે ત્યાં ઊભેલા હો, તો આવનારને માટે દરવાજો ખોલી આપવાનો એક સામાન્ય શિષ્ટાચાર છે. કોઈને માટે દરવાજો ખોલી આપવાથી કંઈ દરવાન નથી બની જવાતું હોતુ! આ, માત્ર કોઈને માટે સહાયરૂપ થવાનો ભાવ છે.

* જો તમારા યજમાન તમને પૂછે, કે “વુડ યુ લાઈક મોર કોફી (શું તમને વધારે કોફી જોઈએ છે)” તો કહેવું, “યસ પ્લીઝ” અથવા “પ્લીઝ” – એ નમ્રતા ગણાય છે. માત્ર મિત્રોને “યેહ, યાહ (હાસ્તો)” કહી શકાય.

* મોટાભાગના દેશી વિદ્યાર્થીઓ માત્ર પોતાના જ જૂથમાં ફરે છે, તે સામાન્ય છે, પણ તેમ છતાં શરમાળ થયા કરતાં અન્ય રાષ્ટ્રોમાંથી આવતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે હળીમળીને મિત્રો બનાવવાં પણ એટલું જ જરૂરી છે.

* ભારતમાં કરતા હતા, તેના કરતાં અમેરિકામાં “થેન્ક યુ અને “પ્લીઝ”નો ઉપયોગ વધારી દેવો.

* ભારતની કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરોને “સર” કહે છે, પણ અમેરિકામાં પ્રોફેસરોને તેમનાં નામથી સંબોધન કરાય છે, એટલે કે જેમકે “પ્રોફેસર સ્મિથ” અથવા “ડૉક્ટર સ્મિથ” કહીને તેમની સાથે વાત કરવામાં આવે છે, “સર, સર” ન કહેવું.

…to be continued

Advertisements

જાન્યુઆરી 30, 2011 - Posted by | ટ્રાવેલ ટિપ્સ, નોર્થ અમેરિકા (યુ.એસ.એ.) | , , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: