ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

કેપ્ટન કૂકની સફર

ઇંગ્લેન્ડના કેપ્ટન કૂક નવી ધરતી ખૂંદવા ‘એચએમએસ ઇન્ડેવુર’ નામના જહાજ પર સવાર થઈને ૧૭૬૮માં સફર ખેડવા નીકળ્યા. તેમની ગણના તે સમયના બાહોશ નાવિકોમાં થતી હતી.

કેપ્ટન કૂક પહેલાં જે સ્થળે પહોંચ્યા તે ઓસ્ટ્રેલિયા નહીં, પણ ન્યુઝીલેન્ડ હતું. તેમણે ન્યુઝીલેન્ડની આસપાસ ચક્કર લગાવ્યું અને શોધી કાઢયું કે આ એક મોટો ટાપુ હતો, પણ મુખ્ય ભૂભાગ પશ્ચિમ તરફ હતો.

૨૦મી એપ્રિલ, ૧૭૭૦ના રોજ ન્યૂઝીલેન્ડથી રવાના થયા બાદ ઓગણીસ દિવસ પછી તેઓ ન્યુ હોલેન્ડ પહોંચ્યા. જ્યારે તેમણે યોગ્ય ભૂમિ જોઈને જહાજ લાંગરીને ઊતરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કાદવ ચોપડેલા કેટલાક વિચિત્ર માણસો ભાલાથી તેમની તરફ હુમલો કરવા આવતા હતા. આ તરફથી જહાજમાંથી બ્લેન્ક ફાયરિંગ કરવામાં આવ્યું, છતાં હુમલાખોરો રોકાયા નહીં.

આખરે, જ્યારે એકને ગોળી વાગી, ત્યાર પછી જ બધા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા. આ સામસામા હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું હોવાથી તેનું સમારકામ ચાલે ત્યાં સુધી કેપ્ટન કૂકને આ સ્થળે રોકાવું પડયું. સમારકામ થઈ ગયા બાદ સફરને આગળ ધપાવતાં પૂર્વીય કાંઠાથી આગળ વધીને તેઓ ઉત્તર તરફ આગળ વધ્યા. પૂર્વીય ઓસ્ટ્રેલિયાનું નામ તેમણે ‘ન્યુ સાઉથ વેલ્સ’  આપ્યું. ઉત્તર તરફની મુસાફરી દરમિયાન તેમનું જહાજ ઉત્તરપૂર્વીય ઓસ્ટ્રેલિયામાં આવેલા ‘કોરાલ સી’ની ‘ધ ગ્રેટ બેરિયર રીફ’માં સપડાઈ જવાથી ફરીથી તેનું સમારકામ કરાવવું પડયું હતું.

Advertisements

January 29, 2011 - Posted by | લેખો | , ,

No comments yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: