ગુજરાતી પ્રવાસી – Gujarati Pravasi

વિશ્વ પ્રવાસીઓ માટે, ગુજરાતી ભાષામાં

ફરે તે ચરે

‘ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે’. ‘જીવ્યાથી જોયું ભલું.’ ‘જાવે જે કો નર ગયો, ના’વે મંદિર માંય, જો આવો પાછો ફરી, તો પરિયા પરિયા ખાય.’ આ કહેવતોથી જ ગુજરાતીઓનો  પ્રવાસી સ્વભાવ જણાઈ નથી આવતો શું?

બોસ્ટન સ્કાયલાઈન

બોસ્ટન - અમેરિકાનું રળિયામણું શહેર

ગુજરાતીઓ સ્વભાવથી જ વિશ્વપ્રવાસી, ‘વર્લ્ડ-ટ્રાવેલર’ છે.  હેતુ અથવા કારણ ગમે તે હોય, મોજ-શોખ હોય, શૈક્ષણિક હોય, વ્યવસાય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે પ્રાસંગિક – કે પછી જેમ નવતર પેઢી કહે છે, તેમ ‘ચેઈન્જ’ માટે હોય; ગુજરાતીઓ પોતાના વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય, ત્યારે સમય કાઢીને મુસાફરી, પ્રવાસ, યાત્રા, પર્યટન અવશ્ય કરે છે. આપણા દેશમાં હજારો લોકો વર્ષોથી યાત્રાસ્થળોએ જાય છે. પણ ગુજરાતીઓનું પરદેશ ખેડવાનું ધેલું સદીઓ પુરાણું છે. પહેલાં લોકો જાવા, સુમાત્રા, રંગૂન, એડન જતા. તે પછી આફ્રિકા, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ક્યાં ક્યાં નહીં… દુનિયાના દરેક ખૂણામાં, અરે આફ્રિકાના મોઝામ્બિક નામના કોઈ નાનકડા દેશના ટચૂકડા ગામમાં પણ તમને કોઈ ગુજરાતી પ્રવાસી જોવા મળશે!

અલગ અલગ સ્થળે જવાથી જીવનમાં આવતું વાસ્તવિક પરિવર્તન તાજગી તો આપે જ છે, પણ તે ઉપરાંત પ્રવાસના સંસ્મરણો ભવિષ્યમાં વાગોળવાથી પણ આનંદ મળે છે. અને ખરેખર તો પ્રવાસની આ અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે. બહારની દુનિયા જોવાથી બાહોશ ગુજરાતીઓની વૃત્તિ-પ્રવૃત્તિમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.

તો પરિવર્તનના આ પ્રકારને વધાવીએ – ‘ગુજરાતી પ્રવાસી’માં જગતભરને જોઈ નાખવાના સ્વપ્નો ધરાવતા આપ સૌનું સ્વાગત છે. મહેરબાની કરીને નોંધી લેજો કે આ માહિતી માત્ર ગુજરાતીઓ માટે જ નથી, પરંતુ સૌના સાથ-સહકાર વડે, મારા-તમારા જેવા દરેક પ્રવાસીની માહિતી, મારા-તમારા જેવા દરેક પ્રવાસી સુધી, ગુજરાતી ભાષામાં પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે. આશા છે કે સૌનો સાથ સાંપડે.

બૉન વૉયેજ !

Advertisements

જાન્યુઆરી 20, 2011 - Posted by | ક્યાં જશો? શું કરશો? | ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: